Dholera : ધોલેરા(,ગુજરાત) : ધોલેરા ગુજરાતનું આ આધુનિક શહેર હવે વધુ સારી રીતે જોડાયેલું બનવા જઈ રહ્યું છે. ભાવનગરથી અમદાવાદ જોડતો ફોર લેન રોડનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. આ નવા રોડના કારણે ધોલેરા અને આસપાસના વિસ્તારોને અમદાવાદ અને ભાવનગર સાથેનું જોડાણ વધુ સરળ અને ઝડપી બનશે.
સુરક્ષા માટે સીસીટીવીની નજર
શહેરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, ધોલેરામાં સીસીટીવી કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે. આ સિસ્ટમથી શહેરમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને નાગરિકોને વધુ સુરક્ષિત અનુભવ થશે.
રોડ પર વાહન વ્યવહારને સુચારૂ રીતે ચલાવવા માટે ટોલનાકાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આનાથી વાહનોની અવરજવર વધુ સરળ બનશે અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઓછી થશે.
હેવી વાહનચાલકો માટે રાહતના સમાચાર
આ નવા રોડ અને સુવિધાઓથી ખાસ કરીને હેવી વાહનચાલકોને ઘણો ફાયદો થશે. તેઓ હવે ધોલેરા અને આસપાસના વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકશે.
ધોલેરા એરપોર્ટ વિસ્તારની કંપનીઓ માટે ફાયદો થશે.
ધોલેરા એરપોર્ટ વિસ્તારમાં આવેલી કંપનીઓ માટે પણ આ વિકાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નવા રોડ અને અન્ય સુવિધાઓના કારણે તેમના માટે કાચા માલ અને તૈયાર માલની હેરફેર કરવી વધુ સરળ બનશે.
ધોલેરા એ ગુજરાતનું એક આશાસ્પદ શહેર છે. નવા રોડ, સીસીટીવી કેમેરા સિસ્ટમ, ટોલનાકા જેવી સુવિધાઓથી શહેરનો વિકાસ વધુ ઝડપી બનશે. આ સાથે જ શહેરમાં રોકાણ કરવા માટે પણ લોકોને આકર્ષિત કરશે. આજ થી લગભગ ૮,૧૦ વર્ષ ની અંદર ધોલેરા એક સ્માર્ટ સિટી તરીકે ઓળખાસે અને એનો વિકાસ દેખાશે.અને થોડાક સમય માં મોટા મોટા પપ્રોજેક્ટ્સ ના અને હાયરાઇટ્સ બિલ્ડીંગો ના કામ પણ શરૂ થશે. બહાર ના રાજ્યોના લોકો પણ ઇન્વેસ્ટ કરે છે ખરેખર ધોલેરા એક વિશાળ શહેર બનવા જઈ રહ્યું છે.મોટી મોટી કંપનીઓ ના કામ પણ પૂર જોશ માં ચાલી રહ્યા છે. અને એરપોર્ટ નું કામ પણ પૂર જોશ માં ચાલુ છે જેથી ધોલેરા માં મોટી કંપનીઓને દેશ વિદેશ માં માલ-સામાન ને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવામાં પણ ઘણી સરળતા પડશે.
પત્રકાર : ચિરાગ ગોસલીયા