Surendranagar : સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર નાની શાકમાર્કેટ પાસે સતત વધી રહેલો ટ્રાફિક જામ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. દિનપ્રતિદિન વધતા ટ્રાફિકના કારણે લોકો, ખાસ કરીને સ્કૂલ-ટ્યુશન જતા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને અવરજવર કરવામાં ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ટ્રાફિક જામની પાછળનું મુખ્ય કારણ છે રોડ પર ગેરકાયદેસર પાનના ગલ્લા અને દુકાન બહાર કાઉન્ટરો દ્વારા ચાલતો ધંધો. આ ધંધાદારીઓ રોડ પર જ પોતાના સામાન મૂકી દેતાં વાહન ચાલકોને વારંવાર ટ્રાફિક જામમાં ફસાવવાની નોબત આવે છે.
ટ્રાફિક થવાનું કારણ એ છે કે 80 ફૂટ રોડ પર નાની શાકમાર્કેટ પાસે સતત વધતા વાહનોની સંખ્યા, ગેરકાયદેસર વેપાર, રોડ પર વાહનોનું અનધિકૃત પાર્કિંગ અને અસરકારક ટ્રાફિક છે.
ટ્રાફિક જામના કારણે લોકોને ઘરથી ઓફિસ, સ્કૂલ-કોલેજ અને અન્ય કામકાજ માટે જવામાં મોડું થાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં બેસવા માટે મુશ્કેલી પડે છે. વૃદ્ધો અને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય છે.
ટ્રાફિક જામના કારણે વેપાર-ધંધાને નુકસાન થાય છે. પરિવહન ખર્ચ વધે છે અને ઇંધણનો વ્યય થાય છે.
ટ્રાફિક ના લીધે વાહનો વધુ પ્રમાણમાં ધૂળ અને વાયુ પ્રદૂષણ ફેલાવે છે.
કળગેરકાયદેસર વેપાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.રોડ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ટ્રાફિક સિગ્નલ સિસ્ટમને વધુ અસરકારક બનાવવી જોઈએ. ટ્રાફિક પોલીસની સંખ્યા વધારવી અને તેમને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
શાકમાર્કેટ માટે અલગથી પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ.
જો શક્ય હોય તો રોડનું વિસ્તરણ કરવું જોઈએ, અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવા જોઈએ.

પત્રકાર : ચિરાગ ગોસલીયા