Allu Arjun arrested: પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં બની હતી, જ્યારે અલ્લુ અર્જુન ફિલ્મની પ્રી-રિલિઝ દરમિયાન થિયેટરમાં પહોંચ્યો હતો. તેમના આગમનથી સર્જાયેલી નાસભાગમાં રેવતી નામની મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
Allu Arjun arrested આ મામલે પોલીસે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો અને બાદમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ મામલામાં તેની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આ ઘટના માત્ર તેના આવવાના કારણે નથી બની. તેણે એમ પણ કહ્યું કે તે પહેલા પણ ઘણી વખત થીએટરમાં આવીને ફિલ્મ જોઈ હતી, પરંતુ આવી ઘટનાઓ ક્યારેય બની નથી.
અલ્લુ અર્જુને પોતાના નિવેદનમાં કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ તેણે આરોપ લગાવ્યો કે થિયેટર મેનેજમેન્ટ અને પોલીસને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી કે તે ત્યાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સામે કેસ દાખલ કરવો એ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે અને તેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને તેના એક દિવસ પહેલા, 4 ડિસેમ્બરે, સંધ્યા થિયેટરમાં આયોજિત લાભ શો દરમિયાન આ ઘટના બની હતી.