Ahmedabad
અમદાવાદ : રાજ્ય સરકારના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં અમદાવાદમાં i-Hub ખાતે મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સની સફળતાની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રહીને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ પ્રતિભાશાળી નારીશક્તિ સાથે સંવાદનો અવસર મળ્યો.
આ અવસરે, મહિલા ઉદ્યમીઓના વિવિધ ઇનોવેટીવ સ્ટાર્ટઅપને i-Hub દ્વારા મળવાપાત્ર ગ્રાન્ટની રકમના ચેક તેમજ સેન્ટરમાં કોવર્કિંગ સ્પેસની ફાળવણીના પત્રનું વિતરણ કર્યું.
આ પ્રસંગે મહિલા સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને પ્રદર્શનની મુલાકાત લીધી.
આ પ્રદર્શનમાં ક્લીન ટેક્નોલોજી, એગ્રીટેક, હેલ્થકેર અને ડીપ ટેક સહિત વિવિધ ક્ષેત્રોની મહિલા ઉદ્યોગસાહસિકોના વિશિષ્ટ કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે અંગે રસપ્રદ જાણકારી મેળવી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના #StartupIndia ના આહવાનને ઝીલી લઈને રાજ્ય સરકારે યુવાનોને સ્ટાર્ટઅપમાં મદદરૂપ થાય તેવી એક સુગ્રથિત ઇકોસિસ્ટમ તૈયાર કરી છે, તેમજ માનવજીવનની સમસ્યાઓનું પ્રેક્ટીકલ એપ્રોચથી સમાધાન કરે તેવા સંશોધનને પણ રાજ્ય સરકાર વેગ આપી રહી છે.
મને ખુશી છે કે, રાજ્યની મહિલાઓ મોટા પાયે આગળ આવીને સ્ટાર્ટઅપ્સનું સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે.
પત્રકાર : સિધાર્થ શાહ