ઉર્ફી જાવેદએ શો જીતિ લીધો કેમકે તે, ડીજે કોન્સોલની પ્રસિદ્ધ ઝી હોરર શોને બહાર લાવી હતી, જ્યારે અભિનેત્રી ઐશ્વર્યા ખરે, નીહારિકા રોય, અદિતી શર્મા, મનન સચદેવ, ક્રિશ ચૌહાણ, રોહિત ચંદેલ, પુનિત શર્મા અને ઇન્ફ્લુએન્સર – ફુન્યાસી અને મયુર જુમાની તેમના જોરદાર હેલોવીન દેખાવથી રેડ કાર્પેટ પર જાદુ કરી દીધો

ZEE TV : હેલોવીનની રાત મુંબઈના નાગરીકો માટે અવિસ્મરણિય અનુભવ લઈને આવી હતી, કેમકે ઝી ટીવીએ ઘણા સમયથી રાહ જોવાતી એવી ઝી હોરર નાઈટ શિફ્ટ હેલોવીન પાર્ટીને શનિવાર રાત્રે ડબલિન સ્ક્વેર, ફોનિક્સ માર્કેટ શિટી ખાતે યોજી હતી. એક એવી જોરદાર ઉજવણી જેને બધાને થથરાવતી આનંદદાયક ક્ષણો આપી હતી. હકિકતમાં, ઝી ટીવીએ 90ના દાયકામાં શરૂ કરેલો અને 2000ના દાયકા સુધી સતત ચાલુ રહેલા શો ઝી હોરર નાઇટના સમયની સૌથી ભયાનક સમયની યાદોં આછું લાવ્યું હતું. ભીડની પ્રતિક્રિયાઓ પરથી, એવું લાગતું હતું કે, એક આખી એવી પેઢી છે કે, જેઓ ભારતના સૌથી જૂના અને પ્રસિદ્ધ મનપસંદ હોરર શોને જોઈને મોટી થઈ છે, તેમને તેનું ફરી પ્રસારણ જોવું ગમશે!

મહેમાનો હેલોવીનની ઉજવણી જેવી તૈયારી સાથે આવ્યા હતા, ત્યારે ઐશ્વર્યા ખરે, નીહારિકા રોય, અદિતી શર્મા, રોહિત ચંડેલ, અદિતી શર્મા, મનન સચદેવા, ક્રિશ ચૌહાણ, પુનિત શર્મા અને ઇન્ફ્લુએનસર- ફુનયાસી અને મયુર જુમાની જેવા કલાકારોએ રેડ કાર્પેટ પર તેમની આકર્ષક ક્રિએટિવિટી દર્શાવી હતી, જેમાં તેમની મસ્તીભરી સ્ટાઈલ્ઝ્ડ કોશ્ચ્યુમની સાથે પ્રસંગને અનુરૂપ સુટ પહેરીને આવ્યા હતા. ઝી હોરર નાઇટ શિફ્ટ હેલોવીન પાર્ટી રેડ કાર્પેટ એક ડરામણા રનવેમાં બદલી ગયું અને પૂરી રાત ડરામણી અને થ્રિલિંગ બની ગઈ હતી. સાંજનો હોસ્ટ કલાકાર વિપુલ રોય, જે હાલમાં સા રે ગા મા પાની નવી સિઝન હોસ્ટ કરી રહ્યો છે, તેને પાર્ટી દરમિયાન તેમના ચહિતા હોરર મૂવીસ અને શો, હાજર રહેલા લોકોને ભાવુક બનાવી બધા વિશે ચર્ચા કરીને બધાને સંકળાયેલા રાખ્યા હતા. આ હોરરની સાંજમાં વધુ ઉત્સાહનો ઉમેરો કરતી સ્ટાઈલ આઇકોન ઉર્ફી હાડપિંજર તથા લોહી નિતરતા હાથ સાથે આવતા, ડરામણા આઉટફિટમાં ભવ્ય પ્રવેશ કરીને બધાને ડરાવી દીધી હતી.

ઉર્ફી કહે છે, “હેલોવીન એ વર્ષનો મારો સૌથી ચહિતો સમય છે, કેમકે ત્યારે હું મારા આઉટફિટ અને દેખાવની સાથે પ્રયોગ કરી શકું છું. તો, જ્યારે મેં સાંભળ્યું કે, હોરર નાઇટ શિફ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો, હું ખુશ થઈ ગઈ કે, આ મારા પ્રકારની જ પાર્ટી છે!” મારા મતે, મારે એવા પોશાકની સાથે આગળ વધવાનું હતું, જેમાં મારા હાથમાં ખોપરી, લોહી નિકળતા હાથ હતા જે એકદમ વિચિત્ર લાગણી આપી રહ્યા હતા અ હા, આ જાણિતો ચહેરો… કહું તો આ એક એવા શોની વાત છે, જેને અમને બધાને દિવસની થોડી ઊંઘ વગરની રાત આપી હતી. મને લાગે છે કે, આવો શો વર્ષોમાં એક વખત જ બને છે- ઝી હોરર શોને પાછો લાવવો જ જોઈએ!”

રાતની હાઈલાઈટ એવી છે કે, ઉર્ફી એ ડીજે કોન્સોલ પર કબ્જો કર્યો હતો અને આઇકોનિક ઝી હોરર શોની થીમ વગાડી, સંપુર્ણ ક્રાઉડમાં ઉત્સાહની લહેર પ્રસારી દીધી હતી જે ટ્યુને બધાને એક વખતે ખુબ જ મોહિત કર્યા હતાં. ઝી હોરર શોના રાત્રીની હેલોવીન પાર્ટી સાથે, ઝીએ ખુબ જ અદ્ભુત ઉજવણી કરી હતી, જેમાં આનંદ, ડર, અને સુંદરતાનો સમન્વય તેમની પોતાની ઓજી સ્ટાઈલ દ્વારા કરાવી હતી.

પ્રેશકો હવે આતુરતા સાથે રાહ જોઈ રહ્યાં છે કે ચેનલ હવે તેમના માટે શું સરપ્રાઈઝ લાવશે…!

તેઓ જાણવા માટે આતુર છે કે શું ખરેખર ઝી હોરર શો ઝી ટીવી પર ખરેખર ફરીથી પાછો આવી રહ્યો છે?