Pu. Shankaracharya Maharaj ભાવનગર : શિવકુજ આશ્રમ અધેડા વિસ્તાર ભાવનગર ખાતે નવરાત્રી પુનરાવતી પ્રસંગે ધર્મ સભામાં દ્વારકા શારદાપીઠ ના શંકરાચાર્ય પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે સંબોધન કરતા જણાવ્યું હતું કે મનુષ્યને ભજન કરવાનું કહેવું પડે છે રામાયણ પાઠ કરવાનું શીખવું પડે છે પણ દુષણો શીખવવા પડતા નથી હિન્દુઓમાં આ કમી છે અને તેથી અન્ય ધર્મિઓ તેમના પર શાસન કરી ગયા અંગ્રેજોએ ન ફક્ત દેશના બે ટુકડા કર્યા પરંતુ હિન્દુ હિન્દુ અંદરો અંદર ઝઘડા કરતા રહે તેવું પણ કરતા ગયા અને એનો ગેરલાભ આજે પણ ધર્મના વિખંડિતતત્વો લઈ રહ્યા છે આપણે આપણી મૂળ પરંપરાથી જોડાઈને રહીશું તો ક્યારેય કશું ગુમાવવું નહીં પડે આપણી મૂળ પરંપરા એટલે સનાતન ધર્મ અને ધર્મની રક્ષા એટલે ધર્મનું પાલન કરવું.
ધર્મો રક્ષતિ રક્ષીત:
વિધર્મીઓ કોને તોડી શકશે સૂર્યને ચંદ્રને સમુદ્રને નદીઓને વૃક્ષોને નદીઓને કારણ કે કદાચ સોમનાથ તોડ્યું તો એ તો પથ્થરો તોડ્યા છે ભગવાનને તોડી શક્યા નથી એટલે જે ભગવાનની આરાધના કરે છે તે કદી તૂટી શકે નહીં સનાતન પરંપરા સમગ્ર પ્રકૃતિની પૂજા કરનારી પરંપરા છે તેથી ક્યારેય તૂટશે નહીં કે અટકશે નહીં .
પૂજ્ય સીતારામ બાપુ એ વંદનીય શંકરાચાર્ય મહારાજના સ્વાગત કર્યા બાદ હનુમાન ચાલીસા થી આજની ધર્મસભાનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે રામેશ્વરાનંદમયી દેવી અને વરૂણાનંદમયી દેવીએ સ્તોત્રના ભાવાનુંવાદ નું ગાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શરદ ભટે કર્યું હતું