singham again :

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેન’ના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે અને 5 મિનિટનું લાંબુ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર (Singham Again Trailer) રિલીઝ થઇ ગયું છે. અજય દેવગન, દીપિકા પાદુકોણથી લઈને જેકી શ્રોફ સુધીના 8 મોટા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ નવેમ્બરમાં દિવાળીના અવસર પર 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

તાજેતરમાં, રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનો સૌથી અદભૂત લાઈવ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાયો હતો. આ ઇવેન્ટમાં કોપ યુનિવર્સનો ત્રીજો ભાગ શરૂ થયો. અજય દેવગન, દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, જેકી શ્રોફ અને ઘણા સ્ટાર્સે આ મેગા બેશમાં હાજરી આપી હતી. આ એક્શનથી ભરપૂર ફિલ્મ જિયો સ્ટુડિયો, રોહિત શેટ્ટી પિક્ચર્સ અને દેવગન ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મના રિલીઝ થયેલા ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે.

Singham Again Movie

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસનું આ સૌથી લાંબુ ટ્રેલર છે, જે 4 મિનિટ 58 સેકન્ડનું છે. રિલીઝ થયેલા ટ્રેલરની શરૂઆત દરેકના ફેવરિટ ‘સિંઘમ’ અજય દેવગનની એન્ટ્રી સાથે થાય છે. આ પછી વાર્તા આગળ વધે છે. જેમાં રામાયણનો થોડો ભાગ પણ જોઈ શકાય છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શનની સાથે દમદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળી રહ્યા છે. આ સિવાય ટ્રેલરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ પાવરફુલ અને જીવંત છે, જે ગુસબમ્પ્સ આપે છે. ઉપરાંત, અર્જુન કપૂર આ ફિલ્મમાં એક ભયાનક વિલનની ભૂમિકામાં જોવા મળે છે અને તેની એન્ટ્રી પણ એટલી જ જીવંત લાગે છે. આ સિવાય અંતમાં તમામ સ્ટાર્સની એકસાથે એન્ટ્રી દિલ જીતી લેશે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, રામાયણ થીમ આધારિત પ્લોટમાં અજયનું પાત્ર ભગવાન શ્રી રામની જેમ તેની પત્નીને બચાવવા માટે પ્રવાસ કરવા પર આધારિત છે, તો ટાઈગર શ્રોફ લક્ષ્‍મણનું પાત્ર ભજવી રહ્યો છે. રણવીર આ વાર્તાનો હનુમાન છે અને અક્ષય જટાયુના રોલમાં છે.

જેકી શ્રોફ અને અર્જુન કપૂરે પણ વિલનની ભૂમિકાથી લોકોને પ્રભાવિત કર્યા છે. ‘સિંઘમ અગેન’નું ધમાકેદાર ટ્રેલર જોઇને ફેંસ તેની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. લોકો કઈ રહ્યા છે કે આ ફિલ્મ બધા રેકોર્ડને તોડી નાખશે. અને ઈતિહાસ રચી દેશે. 4 મિનીટ 58 સેકન્ડનું ટ્રેલર જોયા બાદ અક્ષય કુમારથી લઈને ટાઈગર શ્રોફ સુધી પૂરી સ્ટાર કાસ્ટના વખાણ થઇ રહ્યા છે.