
બનાવની વિગતો જોઈએ તો, ગઈકાલે એરપોર્ટ પર હાઉસકીપિંગ સ્ટાફના કર્મચારી દિનેશ ગરવા સવારે સફાઈ કરી રહ્યા હતા. જે દરમિયાન દિનેશ ગરવાને ટોયલેટના ડસ્ટબીનમાં કંઈક અજુગતું હોવાનું લાગ્યું હતું. જેને લઈને તપાસ કરતા અંદર વજનદાર વસ્તુ હોવાનું લાગ્યું હતું. જ્યારે એ વસ્તુ ખોલવામાં આવી તો અંદર બે સીલબંધ પેકેટ હતા. તેમણે આ બાબતે તરત જ એરપોર્ટ ઓથોરિટી અને કસ્ટમ્સ અધિકારીઓને જાણ કરી હતી.
નોંધનીય છે કે, દેશભરમાં ઘણા સમયથી દાણચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ તો જાણે હોટ ફેવરિટ સ્થળ બન્યું હોય એવું લાગી રહ્યું છે. રોજબરોજ કંઈક પકડાયા હોવાનું સામે આવતું હોય છે. સ્થાનિક અધિકારીઓ ભલે અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી લગભગ અટકાવવામાં આવી હોવાની વાતો કરતા હોય પરંતુ ત્યારે સોનાની પેસ્ટ મળતાં હજુ દાણચોરી ચાલુ હોવાનું સાબિત થઈ ગયું છે.