મુંબઈ નૉર્થ બેઠક પરથી ઝુકાવનાર કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પીયૂષ ગોયલે રાજ્યમાં સૌથી વધુ માર્જિન સાથે જીત મેળવી છે. પીયૂષ ગોયલને ૬,૮૦,૧૪૬ મત મળ્યા હતા, જ્યારે સામે પક્ષે કૉન્ગ્રેસના ભૂષણ પાટીલને ૩,૨૨,૫૩૮ મત મળ્યા હતા. આમ પીયૂષ ગોયલે ૩,૫૭,૬૦૮ મતના માર્જિન સાથે આ જીત મેળવી હતી.

મુંબઈ નૉર્થ વેસ્ટ બેઠક પરથી શિવસેનાના રવીન્દ્ર વાયકર માત્ર ૪૮ મતથી જીતી ગયા હતા. તેમના પ્રતિસ્પર્ધી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ને ૪,૫૨,૫૯૬ મત મળ્યા હતા અને રવીન્દ્ર વાયકરને ૪,૫૨,૬૪૪ મત મળ્યા હતા