ભારતમાં આ અઠવાડિયે 11 IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં 2 અને SME સેગમેન્ટમાં 9 IPO સામેલ છે. મેઇનબોર્ડ મનબા ફાઇનાન્સ અને KRN હીટ એક્સ્ચેન્જર સામેલ છે. આ બે IPO મળીને લગભગ 482 કરોડ રૂપિયા ભેગા કરશે.આ સિવાય 14 કંપનીઓ પણ શેરબજારમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અહીંયા તમને જણાવીશું કે શેરબજારમાં કઇ 11 કંપનીઓના IPO આવવાના છે.
મનબા ફાઇનાન્સ :
આ IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેની કિંમત 150.84 કરોડ રૂપિયા છે, જેમાં 1.26 કરોડ શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. આ IPO માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 114 થી 120 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે.
KRN હીટ એક્સ્ચેન્જર :
આ IPO 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. 341.95 કરોડ રૂપિયાનો આ IPO બુક-બિલ્ટ ઇશ્યૂ છે. જેમાં 1.55 કરોડ રૂપિયાના શેર ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. KRN હીટ એક્સ્ચેન્જર IPO માટે પ્રાઇસ બેન્ડ 209 થી 220 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અહીંયા હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરે છે. તો BigShare Services Pvt Ltd ઓફરિંગ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કરે છે.
દિવ્યધન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ:
આ IPO 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જે IPO બુક-બિલ્ટ ઈશ્યુ છે, તેની સાઈઝ 24.17 કરોડ રૂપિયા છે. જેમાં 37.76 લાખ શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. આ IPOની પ્રાઇસ બેન્ડ 60 થી 64 રૂપિયા પ્રતિ શેરની છે. નાર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે. અને સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
સાજ હોટેલ્સ:
આ IPO 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેની સાઇઝ 27.63 કરોડ રૂપિયા છે. 42.5 લાખના નવા શેરનો ઈશ્યુ કરવામાં આવશે. તેના IPOની કીંમત 65 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કોર્પવિસ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરી રહી છે તો સેટેલાઇટ કોર્પોરેટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
WOL 3D :
આ IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તેના ઈશ્યુની કિંમત 25.56 કરોડ રૂપિયા છે. જેમાં 21.78 કરોડના ફ્રેશ ઇશ્યુ તથા 3.78 કરોડ રૂપિયાના 2.52 લાખ શેરના OFSનો સમાવેશ થાય છે. જેની પ્રાઇસ રેન્જ 142 થી 150 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે રાખવામાં આવી છે.. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ IPOની લીડ મેનેજર છે તો BigShare Services Pvt Ltd રજિસ્ટ્રાર છે.
ફોર્જ ઓટો ઇન્ટરનેશનલ:
આ IPO 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેની બુક-બિલ્ટ ઈશ્યુની કિંમત 31.10 કરોડ રૂપિયા છે. જેમાં 28.8 લાખ ફ્રેશ શેર ઈશ્યુનો સમાવેશ થાય છે. જેની પ્રાઇસ બેન્ડ 102 થી 108 રૂપિયા પ્રતિ શેર છે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ આઇપીઓના બુક-રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તેના રજિસ્ટ્રાર છે.
સહસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ:
આ IPO 26 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન ખુલશે. જેના બુક-બિલ્ટ ઈશ્યુની સાઈઝ 186.16 કરોડ રૂપિયા છે. તેમાં 172.01 કરોડ રૂપિયાના 60.78 લાખ શેર ફ્રેશ ઇશ્યુ તથા 14.15 કરોડ રૂપિયાના 5 લાખ શેરના OFSનો સમાવેશ થાય છે. જેની IPO પ્રાઇસ બેન્ડ 269 થી 283 રૂપિયા પ્રતિ શેર છે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર છે. બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
થિંકિંગ હેટ્સ એન્ટરટેઈનમેન્ટ સોલ્યુશન્સ:
આ IPO 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેનું બુક-બિલ્ટ ઈશ્યુની સાઈઝ 15.09 કરોડ રૂપિયા છે. અને તેમાં 34.29 લાખ શેર ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. જેનો IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 42-44 રૂપિયાની વચ્ચે છે. જેની હોરાઇઝન ફાઇનાન્શિયલ પ્રાઇવેટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે.તો માસ સર્વિસીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
Rapid Valves (India):
આ IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તેની બુક-બિલ્ટ ઈશ્યુ કીંમત 30.41 કરોડ રૂપિયા છે. જેમાં 13.7 લાખ શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. રેપિડ વાલ્વ (ઇન્ડિયા) માટે IPO પ્રતિ શેર 210 થી 222 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. શ્રેની શેર્સ લિમિટેડ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર છે. તથા લિન્ક ઈનટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
Unilex Colors and Chemicals :
આ IPO 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેની બુક-બિલ્ટ ઈશ્યુની પ્રાઈઝ 31.32 કરોડ રૂપિયા છે. તેમાં 36 લાખ શેરના OFSનો સમાવેશ થાય છે. યુનિલેક્સ કલર્સ અને કેમિકલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર દીઠ 82 થી 87 રૂપિયા છે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર છે. તો લિંક ઈનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
Techera Engineering :
આ IPO 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ આઈપીઓ 35.90 કરોડ રૂપિયાનો બુક-બિલ્ટ ઈશ્યુ છે. જેમાં 43.78 લાખ શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. તેની IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 75 થી 82 રૂપિયા છે. SKI કેપિટલ સર્વિસિસ લિમિટેડ IPOની બુક-રનિંગ લીડ મેનેજર છે. તથા કેફીન ટેકનોલોજી લિમિટેડ તેના રજિસ્ટ્રાર છે