Gandhinagar : ગાધીનગર ખાતે જાણીતા અશ્વમેઘ લાઈફ સ્ટાઈલ ગૃપ, સરગાસણ દ્વારા તાજેતરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના શિક્ષકો દ્વારા શાળા કક્ષાએ કરેલ ઉત્કૃષ્ટ કાર્યો બદલ ‘ગાંધીનગર ગૌરવ સન્માન-2024’થી સન્માનિત કરવામાં આવેલ. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા (જામળા) ખાતે શાળામાં ફરજ બજાવતા શ્રીમતી દિપ્તી એચ. લધાણીનું સન્માનપત્ર અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી દિપ્તી લધાણી દ્વારા શાળામાં વિદ્યાર્થીઓ સાથે અદ્ભૂત તાલમેલ મેળવીને ઉત્કૃષ્ટ શિક્ષણ પુરુ સરળ રીતે આપવામાં આવે છે જેના થકી શાળાના પરિણામ અને વિદ્યાર્થીઓના વ્યક્તિગત જીવનમાં સુધારો જોવા મળેલ છે. આ ઉપરાંત સમાજમાં અને વિવિધ સંસ્થાઓને પણ શૈક્ષણિક માર્ગદર્શન વિનામૂલ્યે તેઓના દ્વારા આપવામાં આવતું હોય છે.