Reva ashram  : કરનાળી : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર પૂજ્ય રજની બાપુ ના રેવા આશ્રમ મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક ( સુંદરકાંડ) દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિર નું નામ “સત્ય વિજય મારૂતિ ” હનુમાનજી નામ પૂજ્ય શ્રી એ જાહેર કર્યું.

આ પ્રસંગે કરનાળીના યોગેશ શૌચે ગુરુજી ના અધ્યક્ષ સ્થાને ક્ષેત્ર કરનાળી ના ભૂદેવો એ કાર્ય સંપૂર્ણ કર્યું તેમજ હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ બુંજેઠા તેમજ નસવાડી અને વડોદરાના ભક્તો હાજર રહ્યા ત્યારબાદ મહાપ્રસાદ લઈને સર્વ ભક્તોએ ધન્યતા અનુભવી.