બૅન્કિંગ શેર્સમાં ઉછાળાને કારણે નિફ્ટી બેન્ક પ્રથમ વખત 51,000નો આંકડો પાર કરીને લગભગ 2000 પોઈન્ટના ઉછાળા સાથે 50,979 પોઈન્ટ પર બંધ થયો હતો.
સતત ત્રીજી વખત કેન્દ્રમાં મોદી સરકારની વાપસીની આગાહી કરતાં એક્ઝિટ પોલના કારણે ભારતીય શેરબજારે (Closing Bell) સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતીય બજાર નવી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું છે. 76,738.89 પોઈન્ટની વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ બીએસઈ સેન્સેક્સ 2507 પોઈન્ટ અથવા 3.39 ટકાના ઉછાળા સાથે 76,469 પોઈન્ટ પર બંધ થયો હતો. 23,338 પોઈન્ટની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી (Closing Bell) પણ એક જ સેશનમાં 733 પોઈન્ટના ઉછાળા સાથે 23,263ની સપાટીએ બંધ રહ્યો હતો.