માનવભવ કે કુદરતની લીલાની લગામ ઈશ્વરનાં હાથમાં હોવાથી તેની કૃપા કે ઈચ્છાથી જ આલમમાં ખેલ ખેલાતો હોય છે. ઈશ્વર તો તટસ્થ હોવાથી કોઈને પણ પક્ષપાત કરતો નથી.

દુનિયામાં થતી ઉથલપાથલ માનવીએ કરેલા કર્મોને જ આધિન છે. માનવી જેવા કર્મ કરે છે તેવું તેઓને ફળ ભોગવવાનું જ રહે છે. જાણતા કે અજાણતા થઈ રહેલા પાપ તથા પુણ્યનાં ઉદયથી કર્મનું ફળ મળ્યા વિના રહેતું નથી.

કુદરત જ્યારે કોપાયમાન બને ત્યારે દુનિયામાં અમુક ભાગોમાં સુનામી આવે કે ધરતીકંપ થાય, અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ આવી પડે, દુકાળ ફાટી નીકળે કે ધરતીમાંથી લાવારસ રૂપી ફુવારા ઊડે અથવા દરિયામાં તોફાની મોજા ઉછળે કે કરાનો વરસાદ પડે કે વીજળીના ગડગડાટ થતાં વીજળી ત્રાટકે ઊથવા રોગચાળો ફાટી નીકળે કે ભેખડો

ધસી પડે અને વાવાઝોડા ધસી આવે અને આધિ વ્યાધિ કે ઉપાધી લોકોનો દાટ વાળી દે છે. જ્યારે કુદરત રૂઠે છે ત્યારે મોંધવારી રૂપી રાક્ષસના આગમનથી અછત ફેલાતા લોકો હેરાન પરેશાન થઈ જાય છે.

પણ ઈશ્વરની કૃપાથી કુદરત જ્યારે કૃપાળુ બને ત્યારે સારો વરસાદ વરસવાથી સારો પાક ઉગતા સુકાળ થઈ જાય છે તથા વિવિધ ઋતુઓમાં હવામાન માફકસર થાય તથા ખુશનુમા રહે તથા ખેતરો લીલાછમ બની જાય, દરિયાઈ મોજા શાંત રહે અને પ્રકૃતિ સુરભમ્ય લાગે, ઋતુઓ સુસંગત બની રહે અને સોંઘવારી પ્રવતતી દેખાય છે તથા દરેક ચીજો સસ્તી તથા સારી અને સરળતાથી મળી રહે છે તથા વેપાર અને ઉદ્યોગમાં પણ તેજી રહેવાથી તેના વતૃળમાં સુપેરે ચાલતા બધા વાના યોગ્ય તથા સારા બનીજાય છે. સુખચેનમાં વધારો થાય તથા લોકોનું સારું સ્વાસ્થ્ય પણ ટકી રહે છે.

આજના આધુનિક જમાનામાં માનવી વિવિધ શોધો કરતા લોકોની સુગમતા તથા સગવડતા વધારીને આજના આ ઝડપી યુગમાં બધી વસ્તુઓ માનવીની પંહોચની અંદર સમાવી શકે છે પરંતુ નથી સમાવી શકતો તે છે ફક્ત કુદરતની લીલાને, જે માનવી પોતાના કાબૂમાં રાખી શકતો નથી જેથી માનવીએ કુદરત આગળ નમવું જ પડે છે.

કહે શ્રેણુ આજ

કહેવાય છે કે, Man proposes but God disposes

ન ભૂલાય તુજ ઉપકાર, બનાવી છે તેં આ આલમને,

માનવી તથા કુદરત એ છે બક્ષિસ તારી, આ જગને.

હશે હરિ કૃપા અમ પર, ખીલી ઉઠશે કુદરતની લીલા,

હશે અગર હરિ ઈચ્છા અમ પર, તો કરમાઇ જાશે માનવની લીલા.

રૂઠી જાશે જ્યારે કુદરત, ન રોકી શકે કોઈ એને,

ખુશ રહેશે જ્યારે કુદરત, બનાવી દેશે રમણીય આ જગને.

કુદરતની લીલા ખીલતા મળે છે, માનસિક શાંતિ લોકોને,

કુદરતની લીલા કરમાતા મળે છે માનસિક તાણ લોકોને

માનવ સર્જન કરે છે અને કુદરત રૂઠી તો એક જ ક્ષણમાં વિનાશ પણ નોતરી શકે છે.

જ્યારે કુદરતનો પ્રકોપ થાય છે ત્યારે પ્રલય થતા સેકડો માનવી,પશુ અને પક્ષીઓ મરી જાય છે અને ગામડા તથા શહેરો પણ તારાજ થઈ જતાં હોય છે. અમુક લોકોએ સાથે કર્મ બાંધ્યા હોય ત્યારે વિમાન અકસ્માત કે આગ પ્રજવળતા અમુક બનાવોમાં સેંકડો માનવીઓ એકી સાથે ખત્મ થઇ જાય છે અથવા ઈજાગ્રસ્ત બને છે એ *કુદરતનો કોફ કહેવાય* ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે કે રમતગમતમાં હારતી ટીમ કુદરતની કૃપાથી હવામાનમાં ફરક પડવાથી અથવા વરસાદ પડવાથી કે આછા પ્રકાશમાં ન રમાવાથી બચી જતી હોય છે. આ પણ કુદરતની જ કરામત જ ગણાય છે.

અમુક સંજોગોમાં કુદરતના પ્રભાવથી મોટા અકસ્માતો સર્જાતા સર્જાતા રહી જાય છે, તે જ બતાવે છે કે હરિકૃપા જે લોકો પર વરસે છે તે લોકોના જીવો બચી જાય છે કે મોટી હોનારત થતી અટકી શકે. અમુક બનાવોમાં કુદરત મોટો ભાગ ભજવતી હોય છે. માણસ ધારે છે શું અને થાય છે શું તે પણ કુદરતની એક બલિહારી જ ગણાય છે.

જ્યારે કુદરત પોતાનો પ્રકોપ પ્રકાશે છે ત્યારે લોકો ઈશ્વરને યાદ કરીને વધું નુકશાન થતું અટકાવવા માટે સમુહ પ્રાર્થના કરે છે. પીડીતોને આર્થિક તથા માનસિક કે શારીરિક રીતે મદદ કરવા લોકો દોડી આવે છે તથા લોકો એક થઈને કુદરતનાં પ્રકોપ સામે ઊભા રહી જાય છે જેથી એકતાનાં દર્શન થાય છે તથા માનવતા મહેકી ઉઠે છે.

કુદરતની કૃપા કે અવકૃપા વખતે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના રહેતા નથી તે જ બતાવે છે કે લોકોના કર્મોનાં ફળમાં કુદરતને માધ્યમ બનાવી ઈશ્વર મોટો ભાગ ભજવે છે.

કુદરતનો પ્રકોપ ગણો કે કુદરતની રહેમ ગણો તે માનવીના કર્મને જ આધિન હોય છે તથા આ રમતમાં *ઈશ્વરની મહેર જ ગણાય કે ઈશ્વરનો ખોફ.* માનવી વિવિધ પ્રયોગ કરી કુદરતને આંબવા પ્રયત્ન કરતો હોય છતાં પણ કુદરતને મહાત કરી શકતો નથી .

લેખક:– શ્રેણિક દલાલ……શ્રેણુ