પેમેન્ટ એગ્રીગેટર પેટીએમ (Paytm)ની મૂળ કંપની 97 કોમ્યુનિકેશંસ લિમિટેડે ગુરુવારે સવારે જણાવ્યું કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ એક સામાન્ય વીમા કંપનીના રૂપમાં રજિસ્ટ્રેશન કરવા માટે તેમની અરજી પરત લેવા કરેલા અનુરોધને મંજૂરી આપી દીધી છે. પેટીએમએ જણાવ્યું હતું કે આ પગલું તેની પેટાકંપની પેટીએમ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આરોગ્ય, વીમા, મોટર, દુકાન અને ગેજેટ ક્ષેત્રોમાં તેના વીમા વિતરણને બમણું કરવા તરફ કંપનીના ફોકસને અનુરૂપ છે.
સમાચાર પછી શેરમાં તેજી આવી
બુધવારે પેટીએમનો શેર 402.50 રૂપિયાના બંધના મુકાબલે ગુરુવારે પેટીએમનો શેર 407 રૂપિયાના ભાવ પર ખુલ્યો. બાદમાં આ શેરે લાંબા સમય પછી 435 રૂપિયાની સપાટી વટાવી.
એક વર્ષમાં શેરનો ભાવ અડધો થઇ ગયો છે. જો કે છેલ્લા ત્રણ મહિનામાં આ શેરે 20 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.
Paytm તેના ભાગીદારો સાથે નાની-ટિકિટ વીમા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ સિવાય Paytm એ પણ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ભારતમાં સેમસંગ સાથે જોડાણ કર્યું છે. વૉલેટમાં યાત્રા અને મનોરંજન સેવા સામેલ કરવા માટે સૈમસંગ સાથે જોડાણ કર્યું છે.