વોશીંગ્ટન (અમેરીકા) તા.15 પૃથ્વીની ગતિ ધીમી પડી રહી હોવાના ચોંકાવનાના અહેવાલો બહાર આવ્યા છે. ધરતીની ગતિ ધીમી પડવાથી દિવસો લાંબા થશે. ગ્લોબલ વોર્મીંગનાં કારણે આ ફેરફાર થયા છે.
પૃથ્વીનાં આંતરીક કોરની ગતિ ગ્રહની સપાટીની તુલનામાં ધીમી પડી રહી છે. તેનું કારણ જલવાયું પરિવર્તનનાં કારણે ધ્રુવ પર પીગળી રહેલો બરફ છે. અધ્યયનથી બહાર આવ્યું છે કે આંતરીક કોરની ગતિમાં ઘટાડો એક દાયકા પહેલા 2010 થી શરૂ થયો હતો.
વૈજ્ઞાનિકો દ્વારા તેને માપવાની ક્ષમતા વિકસીત કર્યા બાદ આમ પહેલી વાર બન્યુ છે.
પૃથ્વીની આંતરીક કોર (પડ):
વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર પૃથ્વીની આંતરીક કોર કાંસ (મજબુત) છે જે લોખંડ અને નિકલથી બનેલી છે. આ આપણા ગ્રહનો સૌથી ગરમ અને ગાઢ ભાગ છે જયાં તાપમાન 5500 ડીગ્રી સેલ્સીયસ રહે છે. આંતરીક કોર લગભગ ચંદ્ર જેવડી છે અને આપણા પગથી નીચે લગભગ 3000 માઈલથી વધુ અંતરે છે આ ફેરફાર પૃથ્વીના ચકકરમાં ફેરફાર કરશે તેથી દિવસની લંબાઈ વધી જશે.આ ફેરફારથી સંશોધકો સ્તબ્ધ થઈ ગયા છે.