લો સ્કોરિંગ મૅચમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો એક્સાઇટિંગ વિજય થતાં સ્ટેડિયમમાં બેઠેલા ૧૫ હજારથી વધુ ગુજરાતીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા T20 ક્રિકેટ વર્લ્ડ કપની અમેરિકાના ન્યુ યૉર્કમાં રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રોલર-કોસ્ટર રાઇડ જેવી રોમાંચક બની ગઈ હતી અને મૅચ જોવા ગયેલા અમેરિકન ગુજરાતીઓના ડૉલર વસૂલ થઈ ગયા હતા. લો સ્કોરિંગ મૅચમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો એક્સાઇટિંગ વિજય થતાં સ્ટેડિયમમાં બેઠેલા અંદાજે ૧૫ હજારથી વધુ ગુજરાતીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.