ગઈકાલે જમ્મુમાં રિયાસી જીલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ઉત્તરપ્રદેશના યાત્રાળુઓની બસ વૈષ્ણોદેવી જઈ રહી હતી ત્યારે ત્રાસવાદીઓ દ્વારા બસ પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.