ગુજરાતના કચ્છ જિલ્લાના સિંધોડી અને સૈયદ સુલેમાન બેટ નજીકના દરિયાકિનારે જખૌ મરીન પોલીસને ચરસના નવ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં રહેસા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 9 કરોડ છે.

જખૌ મરીન પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા હતા. કચ્છ પોલીસે આ પેકેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દરિયામાં પ્રવાહ વધુ હોવાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે અવારનવાર ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્સીઓએ દ્વારકામાં અરબી સમુદ્રના કિનારેથી પણ 11 જૂનના રોજ 21 કિલો ચરસનો વધુ એક લોટ જપ્ત કર્યો હતો.

આ જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા છે. આ ચરસના પેકેટ મોજપ કિનારેથી 20 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

નોંધનીય બાબત છે કે, 10 જૂનના રોજ અબડાસાના કડુલી ગામ પાસે પેટ્રોલિંગ દરમિયાન કચ્છ પોલીસને શંકાસ્પદ માદક પદાર્થના 11.715 કિલોના 10 પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સના પેકેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5,85,75,000 છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકાના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી વધુ એક જપ્તીમાં 30 કિલોગ્રામ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. 32 કિલો ચરસ ધરાવતાં પેકેટ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 16 કરોડ રૂપિયા 8 જૂનની વહેલી સવારે દરિયામાં તરતા મળી આવ્યા હતા.