Shani Dev: જ્યારે શનિ જે રાશિચક્ર પર તેમની શુભ દ્રષ્ટિ કરે છે, ત્યારે તે રાશિઓના ( Zodiac ) જીવનમાં સકારાત્મક ફેરફારો થાય છે. આ રાશિના લોકોનો કાર્યકાળ ખૂબ જ સુખદ હોય છે. એ જ રીતે, ( Numerology ) અંકશાસ્ત્ર (મુળાંક) માં તમે મુળાંક દ્વારા કારકિર્દી, આરોગ્ય અને નાણાકીય દ્રષ્ટિએ તમારી ચોક્કસ પરિસ્થિતિની આગાહી કરી શકો છો.

આપણે બધા જાણીએ છીએ કે આ શનિનું ( Saturn ) વર્ષ છે. અંકશાસ્ત્ર અનુસાર શનિનો ( Shani ) શુભ અંક 8 છે. 30 જૂને શનિ ગ્રહ વક્ર ગતિમાં જશે. તો આવો જાણીએ ક્યા જન્મતારીખના લોકો પર આગામી 188 દિવસ સુધી શનિદેવની કૃપા રહેશે.

મુળાંક 8 :કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનું મુળાંક 8 હોય છે. જે લોકોનું મુળાંક 8 છે. તેમને આગામી 188 દિવસ સુધી સારો લાભ મળશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઉપરાંત, તમે વ્યવસાયમાં સારી પ્રગતિ જોશો. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમને સારી નોકરી મળવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મુળાંક 7 :કોઈપણ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનું મુળાંક 7 હોય છે. આ જન્મ તારીખના લોકોને આવનારા સમયમાં ઘણા સારા સમાચાર મળશે. આ સમયગાળા દરમિયાન તમારા ઘણા પેન્ડિંગ કામો પૂરા થશે. કામકાજમાં ઝડપ આવશે. અવિવાહિત યુવાનોના સંબંધો બંધાય શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

મુળાંક 5 :કોઈપણ મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનું મુળાંક 5 હોય છે. આ જન્મ તિથિના લોકો માટે આવનાર સમય ઘણો સારો રહેવાનો છે. તમને વિદેશ પ્રવાસની તક મળશે. સાથે જ તમારી અધૂરી ઈચ્છા પણ પૂરી થશે. તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આ સમય દરમિયાન તમને સારા નસીબનો સાથ મળશે.

મુળાંક 6 :કોઈપણ મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનું મુળાંક 6 હોય છે. આ જન્મ તારીખે જન્મેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તમને તમારી કારકિર્દીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમારી લવ લાઈફ ઘણી સારી છે. મિત્રોના સહયોગથી ઘણા કાર્યો પૂરા થશે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે.)