Indians : અમેરિકામાં રહેતા ભારતીયો હવે એવા સ્તરે પહોંચી ગયા છે કે તેમના વિના કોઈ ક્ષેત્રની કલ્પના પણ કરી શકાતી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ગરમાગરમીનો માહોલ છે. આવી સ્થિતિમાં દરેકની નજર ત્યાં રહેતા 50 લાખ અમેરિકન ભારતીયો પર છે.
અમેરિકામાં તમામ મોટા રાજયોમાં ભારતીયો વસવાટ કરે છે જેમાં સૌથી વધારે ભારતીયો વસતા હોય તો તે છે કેલીફોર્નીયા કે જયાં 20 ટકા ભારતીયોની વસ્તી છે.
બીજા નંબર પર આવે છે ન્યુજર્સી કે જયાં 11 ટકા ભારતીયો છે, ટેકસાસમાં 9 ટકા, ઈલિનોઈસ અને ન્યુયોર્કમાં 7 ટકા લોકો ભારતીયો છે.
રાજકારણમાં, ભારતીય-અમેરિકનો વધુને વધુ દેખાઈ રહ્યા છે, તેઓ 2023 સુધીમાં ફેડરલ વહીવટમાં 150 થી વધુ મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે, જે 2013 માં 60 ટકાથી વધારે છે. આમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો સમાવેશ થાય છે, જે પ્રથમ ભારતીય અમેરિકન છે જેમણે આ પદ સંભાળ્યું છે. પુવે રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હિન્દુ ધર્મમાં માનતા હતા તેમની પાસે એક હનુમાનજીની નાની મૂર્તિ હતી જે હંમેશા પોતાની પાસે જ રાખતા હતા.
મોટી કંપનીઓમાં પણ ભારતીય લોકો છે જેમ કે માઈક્રોસોફ્ટમાં 34 ટકા ભારતીય છે. 12 ટકા મોટા વૈજ્ઞાનિકો ભારતીય મૂળના છે., જેરોકસમા 13 ટકા., નાસામાં 36 ટકા., આઇબીએમમાં 28 ટકા., ઈન્ટેલમાં 17 ટકા લોકો ભારતીય છે.
ભારતીય-અમેરિકનો શિક્ષણ અને સંસ્કૃતિમાં શ્રેષ્ઠ છે, ખોરાક, ફેશનથી તે અમેરિકનને પ્રભાવિત કરે છે. ભારતીય-અમેરિકનનો, હવે 50 લાખનો મજબૂત સમુદાય છે જે યુ.એસ.માં સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ જૂથોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. યુ.એસ.ની વસ્તીના માત્ર 1.5 ટકા હોવા છતાં, વ્યવસાય, શિક્ષણ, સંસ્કૃતિ અને જાહેર સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતીયો પોતાનું યોગદાન આપે છે.
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતીય-અમેરિકનોએ મોટી કંપનીઓની સ્થાપના કરી છે અને ટેક્સ બેઝમાં નોંધપાત્ર વધારો કર્યો છે.સાથે યુએસના આર્થિક વિકાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ભારતીય મૂળના 16 સીઈઓ, ફોર્ચ્યુન 500 કંપનીઓનું નેતૃત્વ કરે છે, જેમાં ગૂગલના સુંદર પિચાઈ અને વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સના રેશ્મા કેવલરામાની વગેરેનો સમાવેશ થાય છે, ભારતીય અમેરિકન લોકો 2.7 મિલિયન અમેરિકનોને રોજગારી આપે છે અને લગભગ એક ટ્રિલિયન ડોલરની આવક ઉત્પન્ન કરે છે.
ભારતીય-અમેરિકનો બિજનેસ સ્ટાર્ટઅપમાં પણ હિસ્સો ધરાવે છે, કેમ્બ્રિજ મોબાઇલ ટેલિમેટિક્સ અને સોલ્યુજેન જેવા 648 યુએસ યુનિકોર્નમાંથી 72 ભારતીયો દ્વારા સહ-સ્થાપિત બિજનેસ છે, જે 55,000 થી વધુ લોકોને રોજગારી આપે છે અને તેનું મૂલ્ય 195 બિલિયન ડોલર છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ હોટલોમાં ભારતીય-અમેરિકનો પાસે લગભગ 60 ટકા હોટલો છે.
ભારતીય અમેરિકનોનું નાણાકીય યોગદાન નોંધનીય છે, કારણ કે કુલ 250 થી 300 બિલિયન ડોલરની રકમના આવકવેરામાંથી 5-6 ટકા રકમ ભારતીયો દ્વારા ચૂકવવામાં આવે છે. ભારતીયોનો વ્યવસાયો પરોક્ષ રીતે 11-12 મિલિયન અમેરિકન નોકરીઓનું સર્જન પણ કરે છે.
1975 અને 2019 ની વચ્ચે, ભારતીય મૂળના વૈજ્ઞાનિકો દ્વારા અમેરિકામાં પેટન્ટનો હિસ્સો 2 ટકાથી વધીને 10 ટકા થયો છે.2023માં, ભારતીય મૂળના વૈજ્ઞાનિકોએ તમામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એકમોમાંથી લગભગ 11 ટકા મેળવ્યા હતા અને 13 ટકા ભારતીય વૈજ્ઞાનિકોએ અમેરિકામાં પોતાનું યોગદાન આપ્યું છે.
ઇમ્યુનોથેરાપીના પ્રણેતા નવીન વરદરાજન અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ડિરેક્ટર સુબ્રા સુરેશ જેવા પ્રભાવશાળી વ્યક્તિઓએ અમેરિકન હેલ્થકેરમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
પેન સ્ટેટના પ્રથમ મહિલા પ્રમુખ નીલી બેંદાપુડી અને સ્ટેનફોર્ડની ડોઅર સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટીના પ્રથમ ડીન અરુણ મજમુદાર જેવા અદભૂત શિક્ષકો સાથે યુએસ કોલેજો અને યુનિવર્સિટીઓમાં તમામ પૂર્ણ-સમયના ફેકલ્ટીમાં ભારતીય-અમેરિકનો શિક્ષકો લગભગ 2.6 ટકા છે.
ભારતીયો અમેરિકામાં સાહિત્યમાં પણ અગ્રણી છે, જેમાં ઝુમ્પા લાહિરી અને અબ્રાહમ વર્ગીસ જેવા લેખકો ભારતીય-અમેરિકન અનુભવો ખૂબ સારી રીતે લખે છે એટલું જ નહીં અમેરિકામાં 22,000 ભારતીય શિક્ષકો છે જે અમેરિકન કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં ભણાવે છે.
ભારતીય-અમેરિકનોએ અમેરિકામાં ભારતીય સાંસ્કૃતિની છાપ છોડી છે. વિકાસ ખન્ના અને મનીત ચૌહાણ જેવા સેલિબ્રિટી શેફએ ભારતીય ભોજનને અમેરિકામાં એક નવા જ અંદાજમાં રજૂ કર્યું અને હવે અમેરીકાના વ્હાઇટ હાઉસમાં પણ ભારતીય પકવાન બનાવવામાં આવે છે, જ્યારે દીપક ચોપરા જેવા વ્યક્તિઓ દ્વારા પ્રમોટ કરાયેલ આયુર્વેદ અને સર્વગ્રાહી સ્વાસ્થ્યને લોકપ્રિય બનાવ્યું છે.
હવે અમેરિકન લોકો પણ આયુર્વેદની દવાઓ લે છે અને આયુર્વેદના ફાયદાઓ પણ બીજા લોકોને જણાવે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા રજૂ કરાયેલ યોગ, હવે અમેરિકન વેલનેસ દિનચર્યાઓમાં અગત્યનો ભાગ બની ગયો છે, 2023માં લગભગ 10 ટકા અમેરિકનો યોગ અભ્યાસ કરતા થયા છે. અને લગભગ 36,000 યોગ સ્ટુડિયો છે કે જયાં લોકો યોગ કરવા માટે આવે છે. ભારત દ્વારા 21 જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે અને આ દિવસે અમેરિકામાં પણ લાખો લોકો યોગ કરે છે.
દિવાળી અને હોળી જેવા ભારતીય તહેવારો હવે યુ.એસ.માં વ્યાપકપણે ઉજવવામાં આવે છે નવરાત્રીની ઉજવણી ગયા વર્ષે વ્હાઇટ હાઉસમાં કરવામાં આવી હતી જેમાં બધા અમેરિકન ગરબે રમ્યાં હતાં. ગુજરાતી લોકગીત અને ભજન તેઓને ખુબ ગમ્યાં હતા. ધુળેટીનો તહેવાર અમેરિકન લોકો પસંદ છે તેમાંથી મોટા ભાગના લોકો રંગથી રમવાનું પસંદ કરે છે.
પ્રિયંકા ચોપરા જોનાસ જેવા સ્ટાર્સ હોલીવુડમાં સફળ રહ્યા છે હોલીવુડ પર બોલીવુડનો પ્રભાવ સતત વધતો જાય છે, હોલીવુડની ફિલ્મોમાં ભારતીય કલાકારો, મેકઅપમેન, કેમરામેન, સ્ટટ ડબલ બધામાં ભારતીય લોકો જોવા મળે છે. બોલિવૂડના સુપરહિટ ગીતો સાંભળવા અને હિન્દી ગીતો પર ડાન્સ કરવો એ અમેરિકન લોકોને પસંદ છે
અમેરિકામાં ઘણા ભારતીય રેડિયો સ્ટેશનો છે, જેમાં બોલિવૂડ સંગીત, દેશી સંગીત અને અન્ય ભારતીય સંગીત સંભળાવતાં સ્ટેશનોનો સમાવેશ થાય છે જેમાં બોલી 92.3 એફ એમ કે જે દક્ષિણ ખાડીમાં સ્થિત છે. મિર્ચી યુએસએ ન્યુયોર્ક, ન્યુજર્સી અને ડગલ્લાસમાં સંભળાય છે. રેડિયો નાયરા યુએસએ રેલે, ડરહામ, એટલાન્ટા, બાલ્ટીમોર, ક્લેવલેન્ડ, કોલંબસ અને ફિલાડેલ્ફિયામાં સંભળાય છે. શુદ્ધ દેશી રેડિયો ભારતીય સંગીત 24/7 વગાડે છે. આ ઉપરાંત આરબીસી રેડિયો. રેડિયો હમસફર. દેશી જંકશન. રેડિયો સલામ નમસ્તે વગેરે રેડિયો સ્ટેશન પર બોલીવુડના ગીતો આવે છે.
અમેરિકન મહિલાઓને ભારતીય વસ્ત્રો ખૂબ પસંદ પડે છે તેઓ પણ મહેંદી, બિંદી બંગડીઓ વગેરે પહેરે છે. લેહેંગા, ચણીયા-ચોળી, સાડી જેવા પરંપરાગત વસ્ત્રો અમેરિકામાં ફેશનમાં છે ફાલ્ગુની અને શેન પીકોક જેવા ડિઝાઇનરો ન્યૂયોર્ક ફેશન વીકમાં તેમના કામનું પ્રદર્શન કરે છે અને અમેરિકન લોકો તેના મુખ્ય ગ્રાહકો છે.
ભારતીય અમેરિકન લોકો પરોપકાર કરવામાં પણ પાછળ નથી.
અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન અને દેસાઈ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ યુએસ અને ભારતમાં જીવન સુધારવા અને સહાય માટે નોંધપાત્ર ભંડોળ એકત્ર કર્યું છે. જેમાં અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને 125 મીલીયન ડોલર અને દેસાઈ ફાઉન્ડેશને 1.5 મીલીયન ડોલર એકત્રિત કર્યા છે જે જરૂરતમંદોને સહાય કરવા માટે છે.
– 36,000 યોગ સ્ટુડિયો
– અનેક હિન્દી રેડિયો સ્ટેશન
– ભારતીય-અમેરિકી સેનેટર-પ્રતિનિધિ અને મેયરની પોસ્ટ પર
– ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ
– 500 અમેરિકન કં5નીના સી.ઇ.ઓ. ભારતીય અમેરિકન
– અમેરિકામાં 60% હોટલો ભારતીય લોકોના હાથમાં
સલામ હિન્દુસ્તાની
– માઇક્રોસોફટમાં 34%
– 12% ભારતીય વૈજ્ઞાનિક
– જેરોકસમાં 13% ભારતીય
– નાસામાં 36% વૈજ્ઞાનિક
– આઇ.બી.એમ.માં 28%
– 38% ડોકટર ભારતીય
– ઇન્ટેલમાં 17% વૈજ્ઞાનિક