Ahmedabad Traffic
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા એક ચિંતાનો વિષય બની ગયો છે નોકરીયાતો અને ધંધાદારીઓને દરરોજ ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધી પહોંચવા માટે લાંબો સમય લાગી રહ્યો છે, જેના કારણે તેમનો સમય બગડી રહ્યો છે અને માનસિક સ્થિતિ બગડી રહી છે
શહેરના અનેક વિસ્તારો જેવા કે એસજી હાઇવે, નિકોલ, નારોલ, વટવા જીઆઈડીસી, મેમનગર, બાપુનગર, સીજી રોડ, સાઉથ બોપલ કાલુપુર વગેરે મોટા વિસ્તારો મા ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી રહી છે.લાંબા ટ્રાફિક જામ અને ધીમી ગતિએ ચાલતા વાહનોને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ટ્રાફિક જામના કારણે લોકોને મોડું થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ મહત્વની મીટિંગ્સ અને કામગીરી સુધી પોચી શક્તા નથી. આ ઉપરાંત, ટ્રાફિક જામના કારણે વાયુ પ્રદૂષણ વધે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે જરૂરી છે કે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ મળીને કામ કરે તો ઘણા સારા કાર્યો થઈ શકે છે.
* નવા રસ્તાઓ અને પુલોનું નિર્માણ: શહેરમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ અને પુલોનું નિર્માણ કરવું જરૂરી છે.
સાર્વજનિક પરિવહન સુવિધાઓ જેવી કે બસ, ટ્રેન વગેરેનો વિકાસ કરીને લોકોને ખાનગી વાહનોનો ઉપયોગ કરવાથી રોકી શકાય.
* સ્માર્ટ સિટી ટેક્નોલોજીનો ઉપયોગ: ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા અને અન્ય સ્માર્ટ સિટી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિકને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરી શકાય.જે અમુક એરિયાઓ મા નથી .
શહેરમાં પાર્કિંગની સુવિધાઓનો વિકાસ કરીને લોકોને ખુલ્લામાં વાહનો પાર્ક કરવા પડે છે જો આ બાબતે પુરતુ ધ્યાન દોરવામાં આવે તો ઘણી મુશ્કેલી ઓ ઓછી થઈ જાય
સાઇકલ લેન અને પેદલ થી ચાલવા માટેના માર્ગોનું નિર્માણ કરવામાં આવે તો ઘણો મોટો ફાયદો થઇ શકે છે.
આ ઉપરાંત, લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવા જરૂરી છે. જો આપણે બધા મળીને પ્રયાસ કરીએ તો આપણે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં સફળ થઈ શકીએ છીએ.
પત્રકાર : ચિરાગ ગોસલીયા