RERA : અમદાવાદ : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે કે જો બિલ્ડર દ્વારા મિલકત ધારકની મિલકત બાબતે કરવામાં આવેલો બાનાખત રદ કરવામાં આવે તો પછી તેણે મિલકત ધારક પાસેથી લીધેલી પૂરેપૂરી રકમ પરત કરવી પડે. કોઈ પણ જાતના માન્ય કારણ વગર કે ગણતરી વગર મિલકત ધારક પાસેથી મેળવેલી રકમમાંથી કપાત લઈ શકે નહીં.
કેસની વિગતો મુજબ અમદાવાદમાં વાડજ વિસ્તારમાં ” સર્વેશ ” નામની રહેણાંક અને કોમર્શિયલ સ્કીમ બાંધવામાં આવી છે જેના પ્રમોટર બકેરી પ્રોજેક્ટ પ્રાયવેટ લિમિટેડ છે. આ સ્કીમમાં એક મહિલાએ ફ્લેટ બુક કરાવ્યો હતો અને લગભગ રૂ।9.35 લાખ જેટલી રકમ બેંક મારફતે અને પોતાના બેંક ખાતા મારફતે જમા કરાવી હતી. ત્યારબાદ આ ફ્લેટની કિંમત અંદાજિત રૂ।2 લાખ રૂપિયા જેટલી હતી અને તેના માટે બાકીની રકમ તેણીએ ભરીને દસ્તાવેજ કરવાનો થતો હતો. પરંતુ બિલ્ડર દ્વારા વારંવાર પત્ર વ્યવહાર તેમજ સંદેશા આપવામાં આવ્યા હોવા છતાં આ મિલકધારક મહિલા દ્વારા ફ્લેટની બાકીની રકમ ભરવામાં આવી નહોતી. આ વાતને ત્રણથી ચાર વર્ષ જેટલો સમય વીતી જતા અને આ મહિલા સાથે પ્રમોટર દ્વારા રજીસ્ટર બાનાખત કરવામાં આવ્યું હોવાથી રેરાના નિયમો મુજબ તેમણે ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટીમાં રજીસ્ટર બહાના એક તરફી રીતે મંજૂર કરવામાં કેન્સલ કરવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં પ્રમોટર દ્વારા બાનાખત કયા કારણોસર રદ કરવા માટે અરજી કરાઈ છે.
તે તમામ ઉપરોક્ત વિગતો આપી હતી અને કહ્યું હતું કે મકાન માલિક કોઈપણ રીતે મકાન ખરીદી લેવા બાબતે પ્રતિભાવ આપતા નથી અને આથી બાકીની રકમ પણ ભરતા નથી. આવા સંજોગોમાં બાનખત કેન્સલ કરવા માટે મંજૂરી આપવી જોઈએ આ ફ્લેટ પેટે અંદાજે રૂ।4.39 લાખ જેટલી રકમ બેંક લોન ના માધ્યમથી બેંક દ્વારા ચૂકવવામાં આવી છે અને લગભગ રૂ।.95 લાખ જેટલી રકમ મહિલા દ્વારા પોતાના ખાતામાંથી ચેક મારફતે આપવામાં આવી છે. આથી બેંકને તેની પૂરેપૂરી રકમ પરત કરી દેવામાં આવશે અને મહિલાની પાસેથી લગભગ રૂ।.48 લાખની આસપાસનો કેન્સલેશન ચાર્જ લઈને બાકીની રકમ તેને પરત કરી આપવામાં આવશે રેરા દ્વારા આ અરજીને મંજૂરી મહોર મારવામાં આવી હતી કે બિલ્ડર છે તે બાનાખત રદ કરી શકશે પરંતુ એવું જણાવ્યું હતું કે આજે કેન્સલેશન ચાર્જ છે એ શેના પેટે લેવામાં આવ્યો છે તેના કોઈ માન્ય કારણો આપવામાં આવ્યા નથી એટલે મહિલાને તેની પૂરેપૂરી રકમ પરત કરવાની રહેશે. આમ રેરાએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જો કોઈ સંજોગોમાં બિલ્ડર દ્વારા એક તરફી રીતે રદ કરવામાં આવે તો પણ તેને પૂરેપૂરી રકમ મકાન માલિકને પરત કરવાની રહે છે.