H-1B. દીલ્હી, ભારતીયોમાં અમેરિકા જવાનો ઘણો ક્રેઝ હોય છે તેમાં ગુજરાતીઓમાં આ ક્રેઝ સૌથી વધારે જોવા મળતો હોય છે આ બિલ HR 9023 છે જેને કીપ STEM ગ્રેજ્યુએટ્સ ઈન અમેરિકા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલનો હેતું H-1B વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અને દર વર્ષે ઉપલબ્ધ વિઝાની સંખ્યામાં વધારો કરવાનો છે.

ઘણા ઈન્ડિયન્સ સ્ટુડન્ટ વિઝા પર જાય છે અને બાદમાં ત્યાં જોબ કરીને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરતાં હોય છે.

હવે અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં રહેવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે.

મિશિગનના ભારતીય-અમેરિકન ક્રોંગ્રેસમેન શ્રી થાનેદારે એક બિલ રજૂ કર્યું છે જે અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં રહેવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર બની શકે છે. આ બિલ HR 9023 છે જેને કીપ STEM ગ્રેજ્યુએટ્સ ઈન અમેરિકા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ બિલનો હેતું H-1B વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અને દર વર્ષે ઉપલબ્ધ વિઝાની સંખ્યામાં વધારો કરવાનો છે. જેનાથી લાખો ભારતીયો અને લાખો વિદેશી વિદ્યાર્થીઓને લાભ થશે.

આ નવું બિલ STEM ગ્રેજ્યુએટ્સ એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને અમેરિકામાં જાળવી રાખવા પર ફોકસ કરશે. પ્રસ્તાવિત ફેરફારોમાં H-1B વિઝાની ઉપલબ્ધતાને વધારવા અને અરજી પ્રક્રિયાને સરળ બનાવવાનો સમાવેશ થાય છે. જે પ્રતિભાશાળી સ્ટુડન્ટ્સ માટે અમેરિકામાં રહેવા અને કામ કરવાનું સરળ બનાવે છે.

કીપ STEM ગ્રેજ્યુએટ્સ ઈન અમેરિકા એક્ટ ઘણા મુખ્ય ફેરફારોની દરખાસ્ત કરે છે. જેમાં પ્રથમ છે કે, દર વર્ષે ઉપલબ્ધ H-1B વિઝાની સંખ્યામાં વધારો કરવામાં આવે. હાલમાં H-1B વિઝા માટેની વર્તમાન કેપ 65,000 છે જે 2023માં સેટ કરવામાં આવી છે.

બીજુ છે કે H1B એપ્લિકેશન પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા માટે તેને સરળ બનાવવી. આ ઉપરાંત ગ્રેજ્યુએટ્સને યોગ્ય રોજગાર શોધવા અને તેમની કારકિર્દીમાં સ્થાયી થવા માટે વધુ સમય આપવા માટે વધુ ફ્લેક્સિબલ એક્ટેન્શન પોલિસીઓ રજૂ કરવી. ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS) એ બિલનું સ્વાગત કર્યું છે.