ગાંધીનગર: ગુજરાત સરકારે તમાકુ અથવા નિકોટિન ધરાવતા Gutkha અને Pan Masalaના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. Food Safety Commissioner દ્વારા બહાર પાડવામાં આવેલી Notification મુજબ નવો પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં આવા ઉત્પાદનો પર પ્રતિબંધ વર્ષ 2012થી અમલમાં છે અને સમયાંતરે તેની મુદત વધારવામાં આવે છે. આ વખતે પણ સરકાર દ્વારા જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કયા Products પર લાગુ પડશે Ban?

આ પ્રતિબંધ તમાકુ અથવા નિકોટિન ધરાવતા Gutkha અને Pan Masala પર લાગુ પડશે. ઉત્પાદન કયા નામ અથવા Brand હેઠળ વેચાય છે તેનાથી ફરક નહીં પડે.

આ ઉપરાંત Gutkha અથવા Pan Masala તૈયાર કરવા માટે અલગ-અલગ વેચવામાં આવતા એવા Ingredients પર પણ પ્રતિબંધ લાગુ પડશે, જો તેનો ઉપયોગ અંતિમ ઉત્પાદન તરીકે આવા પ્રતિબંધિત પદાર્થો તૈયાર કરવા માટે થતો હોય.

Violation સામે Strict Legal Action

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે Strict Legal Action લેવામાં આવશે. એટલે આગામી એક વર્ષ દરમિયાન આવા Productsનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અથવા વેચાણ કરતા વેપારીઓ અને સંસ્થાઓ સામે Food Safety Department દ્વારા કાર્યવાહી થઈ શકે છે.

Public Healthને ધ્યાનમાં રાખીને નિર્ણય

સરકાર દ્વારા રજૂ કરાયેલી માહિતી અનુસાર Tata Memorial Hospital, Tata Institute of Fundamental Research અને HAMERના સંશોધનોમાં Gutkha અને Pan Masalaના સેવનને આરોગ્ય માટે ગંભીર જોખમ સાથે જોડવામાં આવ્યું છે અને મોઢાના કેન્સરના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Global Adult Tobacco Surveyના આંકડા પણ સરકાર દ્વારા ટાંકવામાં આવ્યા છે, જેમાં ભારતમાં Tobacco ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં Ban હવે 2027 સુધી ચાલુ રહેશે

આ નવી Notification બાદ ગુજરાતમાં Gutkha અને Tobacco/Nicotine-containing Pan Masala પરનો પ્રતિબંધ 12 સપ્ટેમ્બર 2027 સુધી ચાલુ રહેશે.

સરકારના આ નિર્ણયથી રાજ્યમાં પ્રતિબંધિત Tobacco Productsના વેચાણ અને વિતરણ પર Food Safety Departmentની કાર્યવાહી વધુ કડક બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *