Karate : અમદાવાદ : ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિયેશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હિમાચલ પ્રદેશ તારીખ 24 મે 2026 ના રોજ ધર્મશાલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઇન્ડિયામાંથી ભાગ લેનાર રાજ્ય ,વેસ્ટ બંગાળ  ,વિશાખાપટ્ટનમ ,મહારાષ્ટ્ર ,ગુજરાત , હિમાચલ પ્રદેશ , કલકત્તા, આસામ ,પંજાબ ,ઓડિશા તેમજ અન્ય ઘણા રાજ્યોના વિદ્યાર્થીઓ અંદાજિત 600 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમા ગુજરાતના અમદાવાદની પાંચ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો જેમાં કાતા અને કુમિતે માં ૨ ગોલ્ડ મેડલ ૧ સિલ્વર ૪ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત અને અમદાવાદ માટે ઇતિહાસ રચ્યો છે.

 આ વિજેતા વિધાર્થિનીઓ ઓગસ્ટ ૨૦૨૬ માં આવતી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમવા માટે થાઇલેન્ડ જશે.  આ વિધાર્થિનીઓ ને કરાટે ની તાલીમ ‘સન્સઇ’ અક્ષય ચૌહાણ માહી કરાટે ઝોન પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવેલી હતી .