ceremony
અમદાવાદ : અમદાવાદ શહેરના રાખીયાલ વિસ્તારમાં આવેલ પોઈન્ટ હોટેલ ખાતે તા. 02/04/2026, ગુરુવારે માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા રાખીયાલ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી બી.જી. ચેતરીયા સાહેબના સન્માનમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર આયોજન રીટાયર્ડ પી.એસ.આઈ. શ્રી વી.વી. દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં માનવ સેવા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી કિરણભાઈ કંસારા, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી કેતન કંસારા, પોલીસ એડવાઈઝર ગુજરાત તથા રીટાયર્ડ પી.એસ.આઈ. શ્રી વી.વી. દેસાઈ સાહેબ, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ શ્રીમતી ઉમાબેન પટેલ, ધ ન્યૂઝ એક્સપ્રેસ ના એડિટર શ્રી મહાસુખભાઈ ઠક્કર, શ્રી રીકેનભાઈ અને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના ચેરમેન શ્રી આકાશભાઈ ટેનડુલકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિદાય સમારંભ દરમિયાન તમામ મહાનુભાવો દ્વારા પી.આઈ. શ્રી બી.જી. ચેતરીયા સાહેબની નિષ્ઠાપૂર્વકની સેવા, પ્રજાપ્રેમી વલણ અને કાયદો-વ્યવસ્થામાં આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. તમામ ઉપસ્થિતોએ તેમને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમને વધુ રોમાંચક બનાવતા જુનિયર રાજેશ ખન્ના તરીકે ઓળખાતા શ્રી દેવાંગભાઈ કંસારાએ પ્રખ્યાત અભિનેતા Rajesh Khanna ના લોકપ્રિય ગીતો પર અદ્ભુત પ્રદર્શન આપ્યું હતું, જેને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ વિદાય સમારંભ માત્ર સન્માનનો પ્રસંગ જ નહીં પરંતુ સૌ માટે યાદગાર ક્ષણ બની રહ્યો હતો, જેમાં સમાજ અને પોલીસ વચ્ચેના સકારાત્મક સંબંધોનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

