Bar Council of Gujarat
અમદાવાદ :
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના કમિટી મેમ્બર એડવોકેટ દેવ. એસ. કેલ્લા દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ને રજૂઆત કરવામાં આવી છે કે, તા. ૨૯.૦૯.૨૦૨૫ના ઠરાવ નં. BCG/957/2025 મુજબ પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે.
પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત અનેક વકીલશ્રીઓ હજી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. હાલ દિવાળી વેકેશન પૂર્વે કોર્ટોમાં કેસોની સંખ્યા તથા કામનું ભારણ વધારે હોવાથી વકીલ મિત્રો પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવામાં પૂરતો સમય ફાળવી શકતા નથી.
એડવોકેટ દેવ એસ. કેલ્લા ( કમિટી મેમ્બર, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે –
“રાજ્યભરના વકીલ મિત્રો પાસેથી મળેલી રજૂઆતોના આધારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને વિનંતી કરવામાં આવી છે કે વકીલ સમાજના હિતને ધ્યાનમાં રાખી પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવે.”
આ રજૂઆતથી વકીલ સમાજમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત આ માંગણીને સકારાત્મક રીતે સ્વીકારી વકીલ સમાજના હિતમાં નિર્ણય લેશે.

