Umang Se Patang
અમદાવાદ : અમદાવાદ શહેર સ્થિત પતંગ હોટલ ખાતે, ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા, ભીલ યુવક ફાઉન્ડેશન ના બાળકો ને પતંગ હોટલ પરિસરમા આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ તમામ બાળકો એ પતંગ હોટલ ના મ્યુઝિયમને નિહાળ્યું હતું.
હોટલના કોન્ફરન્સ હોલ ખાતે આમંત્રિત બાળકોને અંતાક્ષરીની રમત રમાડવામાં આવી હતી આ સાથે હેરીટેજ પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદ વિષયે, ટૂંકી ફીલ્મ બતાવીને અમદાવાદ શહેરના હેરીટેજ સ્થળો વિશે, જાણકારી આપવામાં આવી હતી, દરેક બાળકએ પતંગ હોટલ ની ઉંચાઈએ થી અમદાવાદ શહેરને નિહાળતા નિહાળતા સુરુચી ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.
બાળકો સુંદર નજારો જોતા ઉત્સાહીત જણાયા, ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા, જરુરીયાત મંદ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો અને વિકલાંગ બાળકોને પતંગ હોટલમા દર શનિવારે આમંત્રિત કરવામાં આવે છે અનોખી સેવા કરવામાં આવે છે.
પ્રતિનિધિ : કૃણાલ પરમાર દ્વારા
