આ વર્ષે ફાધર્સ ડે ની ઉજવણી તારીખ ૧૬ મી જૂન મહિનાના ત્રીજા રવિવારે છે.

આ દિવસ વિશ્વભરના વિવિધ દેશોમાં વિવિધ તારીખો પર યોજવામાં આવે છે.

પિતૃત્વનું સન્માન કરવાની તેમની પોતાની પરંપરા જાળવી રાખે છે.

ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિના ના ત્રીજા રવિવારે પિતાનું સન્માન કરવા તથા તેમના પ્રેમના મહત્વને ચિન્હિત કરવા માટે ઉજવાય છે.

અલબત્ત ફાધર્સ ડે એ ભારત દેશમાં કોઈ મૂળ તહેવાર તથા રિવાજ નથી પરંતુ પશ્ચીમ દેશોના પ્રભાવથી મુંબઈ, દિલ્હી, બેગ્લોર, કલકત્તા, હૈદરાબાદ તથા ચન્નાઈ જેવા કેટલાક મોટા શહેરોમાં ઉજવવામાં આવે છે.

વિશ્વનાં દેશોમાં ફાધર્સ ડે વિવિધની તારીખો પણ અલગ અલગ હોય છે. વાસ્તવમાં ફાધર્સ ડે ની શરૂઆત ૫ જુલાઇ ૧૯૦૮ ના રોજ વેસ્ટ વર્જિનિયા ફેરમાઉન્ટ માં કરવામાં આવી હતી. આ દિવસે ૬ ડિસેમ્બર ૧૯૦૭ ના રોજ વેસ્ટ વર્જિનિયામાં આવેલી ખાણમાં થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૫૦ પિતાઓના સન્માનમાં નક્કી કરવામાં આવેલ.

પરંતુ ફાધર્સ ડે ની ઉજવણી ૧૯ મી જુન ૧૯૧૦ નાં રોજ યોજાયો હતો. ફાધર્સ ડેની સ્થાપના તથા ઉજવણી સેરીના નામની લેડીએ શરૂ કરી હતી. પછી ૧૯૭૨માં અમેરિકાના રાષ્ટ્રપતિ નીક્સને દર વર્ષના જૂન મહિના નાં ત્રીજા રવિવારે ઉજવવાનું બિલ પસાર કર્યુ હતું.

સંતાન માટે પિતા એ તાકાત, પૂંજી તથા ઓળખાણ છે. તથા પિતા સંતાન માટે હરહમેંશ શ્રેષ્ઠ પિતા છે. પિતાની સાહસવૃત્તિ, ઈજ્જત તથા સન્માન વારસામાં મળે જ છે.

આ હકિકત છે ધરતીને માતા કહેવાય છે પરંતુ સાથે સાથે આકાશને પણ પિતાનું સ્વરૂપ મનાય છે.

પિતાની છબી હમેંશા કઠોર વ્યક્તિની રહી છે.

ફાધર્સ ડેમાં પિતાનું મહત્વ હોવાથી સંતાનો પિતાને તેમને સરપ્રાઈઝ આપે છે જેમ કે હાથથી બનાવેલું શુભેચ્છા કાર્ડ આપે છે તો કોઈ સંતાન ચા-પાણી તથા નાસ્તો તેમને માટે બનાવી આપે છે તો કોઈ સંતાન મા-બાપને તેમની મનગમતી હોટલમાં ડીનર માટે લઈ જાય છે તથા પિતાએ જોયેલા સપનાઓ પૂરા કરવા સંતાનો વચન આપે છે તથા મનગમતી વસ્તુઓ જેમ કે કપડા, ખાવાની વાનગીઓ તથા કિંમતી ભેટ સોગાદ આપે છે. ફાધર્સ ડે પર સંતાનો એમના પિતાને અહેસાસ કરાવે છે કે તેઓના જીવનમાં માતાની જેમ તેમનું પણ એટલું જ મહત્વ છે. આ દિવસે સંતાનો તેમના મૃત પિતાને હ્દયભેર શ્રદ્ધાજંલિ અર્પણ કરે છે. દરેક સંતાન માટે પિતા સર્વ શ્રેષ્ઠ હીરો હોય છે.

પિતાનું મહત્વ હજી પણ આપણે સમજી શક્યા નથી, જે છે આપણા જીવનના શૂરવીર નાયક.

પિતા ધરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ પણ આંખ ઊંચી કરીને જોઈ શકતું નથી કારણ કે તે ઘરના હર્તાકર્તા જીંવત છે.

પિતા વિશે તો કેટલું લખાય તે એમના માટે તો વર્ણમાળાનાં શબ્દો પણ ઓછા પડે,

આંગળી પકડીને ચાલતા શીખવનાર તથા ખભે બેસાડીને દુનિયા દેખાડી.

એમના સંઘર્ષનું શું કહેવાય એટલો સંસાર ઓછો પડે,

પોતાને ભૂલીને કાંઈ પણ કરી જાય સંતાન માટે,

પોતાની તકલીફ ક્યારે બતાવે નહિ, પણ સંતાનની દરેક તકલીફોનું નિવારણ લાવશે જરૂર.

પોતાની ઈચ્છાઓને મારીને, સંતાનની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે તે છે પિતા

જે સંતાનને હર હમેંશા ખુશ જોવા માંગતા હોય છે,

મારા બાળપણમાં મેં જોયેલું કે મારા પિતાજી ઈ. સ. ૧૯૪૦ થી ૧૯૫૦ના સમયના ગાળામાં ધંધાર્થે સ્ટીમરમાં રંગુન તથા બર્મા અવાનવાર મુસાફરી કરતા હતા તે દરમ્યાન તેઓએ વાંચન-લેખનનો શોખ પણ કેળવેલો હતો. તેમના અક્ષર મોતીનાં દાણા જેવા હતાં. તેમને લેખો લખવાનો તથા કવિતાઓ રચવાનો શોખ હતો.

કાળા માથાનો માનવી જો ધારે તો શું ન કરી શકે? માનવીએ પોતાનું મનોબળ મજબૂત રાખવું જોઈએ અને કોઈ પણ સંજોગોમાંથી પસાર થતાં ગભરાવું નહિ તેવું તેમનું માનવું હતું.

એ સિદ્ધાંતોને મેં મારા જીવનમાં ઉતારવાનો સાર્થક પ્રયત્ન કરેલ છે. મારી કિશોરવસ્થામાં તથા અલબત્ત આજે પણ ખોટી વસ્તુઓ સામે હું સંધર્ષ કરતો હતો અને કરતો રહીશ.

જીવનભર હું મારા પપ્પાને ભૂલી શકીશ નહિ. આજે ફાધર્સ ડે ના દિવસે હું એમને વંદન કરું છું. પપ્પા માટે જે કરશું તે ઓછું જ છે.

પિતાની હાજરી સુરજ જેવી હોય છે. સુરજ તો જરૂર ગરમ હોય જ પણ જો ના હોય તો સાવ અંધારુ જ દીશે…

પિતા જ્યારે દુ:ખી હોય છે ત્યારે કદી તે રડતા નથી તેથી તો કોઈક પપ્પાની હાર્ટએટેકથી દુનિયામાંથી વિદાય થાય છે.

પિતાને ધડિયાળની ભેટ આપવા કરતા તેમને સંતાનો પોતાનો કિંમતી સમય આપવાથી તે ખુશી અનુભવે છે.

પિતા વિશે હજી વધુ શું કહેવાય, નથી ખબર પડતી મુજને.

 

લેખક:– શ્રેણિક દલાલ…. શ્રેણુ